કોઈ પણ નવી પ્રોપર્ટીમાં વસતા કે કાર્યના શુભારંભમાં ગ્રહ-પ્રવેશ (કુંભ સ્થાપના) થવી જ જોઈયે. કુંભ પૂજા ઍટલે જળની પૂજા. જ્યાં જળ છે ત્યાં જગદીશનો વાસ છે. આખી સૃષ્ટમાં ૩ ગણુ પાણી છે. આપણી બૉડીમાં પણ પાણીનો ભાગ રહેલો છે. જો બૉડીમાં પાણી વધી કે ઘટી જાય તો પણ માણસ બીમાર પડે છે. પાણીનું બેલેન્સ હોવુ જરૂરી છે. શરીરમાં પાણી ઘટે તો બોટલ ચડાવી પડે છે. પાણી બૉડીમાં ભરાઈ જાય તો ખેંચાવુ પડે છે. પાણીનું બેલેન્સ માણસ ને શાંતિ, તંદુરસ્તી, સમૃધ્ધિ અપાવે છે. માટે ગરમીના વેકેશનમાં માણસ નદી, તળાવ કે દરિયા કિનારે ફરવા જાય છે. કોઈ રણમાં જતુ નથી. કોઈને ગુસ્સો આવે ને પાણી અપિયે તો તે શાંત થઈ જાય છે. માટે જ કીધુ છે કે || जलम् जन्य जीवनम् ||
જળ દરેક જીવ નો આત્મા છે. ૨૪ કલાક માણસ ખાધા વગર જીવે છે પણ પાણી વગર નહી. માટે પાણી અને વાણી નો ઉપયોગ ચોકસાઇથી કરવો જોઈયે. કુંભ પૂજાઍ વરૂણ દેવ જળના દેવની છે. માટે આપણે પેહલા કુંભ મૂકીને પછી તે જગ્યામાં વાસ કરવો જોઈયે.