Shree Yag

wallpaper67

શ્રી યાગનો આજ કાલ લોકો જુદો અર્થ સમજે છે. જેમ કે શ્રી ઍટલે રૂપિયા-ધન-દોલત. આવું નથી. શ્રી ઍટલે સદ્લક્ષ્મી. આ લક્ષ્મી અષ્ઠ પ્રકારની હોય છે. બુટલેગરો ૧ ફોનથી ધમકી આપીને કરોડો રૂપિયા કમાય છે. પણ તેનાં સંતાનોમાં કોઈ સારી ઉર્જા હોતી નથી. અષ્ઠ લક્ષ્મી ઍટલે યશ- કિર્તી- સન્માન- સદ્ વિદ્યા- સદ્ બુધ્ધિ- શારીરિક શક્તિ- આનંદ- વૈભવ ની પ્રાપ્તિ. આ અષ્ઠ લક્ષ્મી છે. લક્ષ્મી ચંચળ છે. લક્ષ્મીનો સદુપયોગ કરવાથી જ લક્ષ્મી વધે છે. શ્રી યાગમાં હવન સામગ્રીમાં જવ, તલ, દાડમ, કેસર, પાયસ, કમલ કાકડીનુ દ્રવ્ય તથા ઘી મિશ્ર કરીને શ્રી સુક્તનાં સ્તોત્ર દ્વારા લક્ષ્મીજીનો યાગ સંપન્ન કરવાથી આપણી ૨૧ પેઢીમાં કોઈ દરિદ્ર થવા પામતો નથી.

નારાયણની કૃપા થઈ દરેક પ્રકારનાં વૈભવ પ્રાપ્ત થાય છે.